Havan Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai



હવન: શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)

Havan by Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai


*શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)* શ્રી સવંત ૨૦૭૮ ના ચૈત્ર સુદ આઠમ ને તારીખ ૯/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ સમસ્ત જ્ઞાતિ ના લાભાર્થે શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા આયોજિત શ્રી નવચંડી મહાયજ્ઞ શ્રી સોની વાડી (મુંબઈ) મધ્યે ખુબજ ભક્તિ ભાવ ભર્યા વાતાવરણ મા,અને અનેરા આનંદ ઉલ્લાસ અને સુંદર વ્યવસ્થા સાથે અને નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. આ પ્રસંગે શ્રી સુવર્ણ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટીગણ, શ્રી સોનીવાડી (બોરીવલી) સંસ્થા સમસ્ત ટ્રસ્ટીગણ, શ્રી ગોરેગામ સમસ્ત સંસ્થા , શ્રી વસઈ,વિરાર સંસ્થા ટ્રસ્ટીગણ, આમંત્રિત મહાનુભાવો,શ્રી માતાજી ઉપાસકો અને સર્વે જ્ઞાતિ જનો ની વિશાળ હાજરી થી યજ્ઞ પ્રસંગ ધામેધુમે થી ઉજવાયો હતો *શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના સમસ્ત ટ્રસ્ટીગણ તરફ થી હવન ના શરૂઆત થી સવારે ચા પાણી,ફરાળ વ્યવસ્થા, બપોરે ફરાળ પ્રસાદ અને હવન પૂર્ણાહુતિ બાદ રાત્રી મહાપ્રસાદ ની સંપૂર્ણ વ્યવસ્થા રાખવા મા આવેલ હતી.* બપોરે ૧૧ વાગે, પધારેલ સર્વે જ્ઞાતિ જનો દ્વારા ૧૭૫ નાની નાની બાળકીઓ નું શ્રી કુમારિકા પુજન, પધારેલ સર્વે મહાનુભાવો અને જ્ઞાતિજનો દ્વારા, અનેક વિધવિધ ભેટ,લ્હાણી અને રોકડ કવર સાથે ભાવ સહ અને ખુબજ સરસ વ્યવસ્થા સાથે સંપન્ન થયું. આ શુભ પ્રસંગે પધારેલ મહાનુભાવો, આમંત્રિત સર્વે મહેમાનો, સર્વે જ્ઞાતિજનો અને આગલા કેટલાયે દિવસ થી વાઘેશ્વરી કમિટી ના માર્ગદર્શન મુજબ *સેવાભાવ ને વરેલ સમગ્ર પ્રસંગ વ્યવસ્થા ની જવાબદારી જેણે સુંદર અને સફળ રીતે સંભાળેલ તેવા શ્રી યુવક મંડળ ના દરેક સભ્યો નો* શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના સર્વે ટ્રસ્ટી ગણ વિશેષ રૂપે આભાર વ્યક્ત કરે છે. *સાથે આ શુભ પ્રસંગે સવાર ના ચા,પાણી,ફરાળ,બપોર ના ફરાળી પ્રસાદ,બપોર બાદ જ્યુસ,સરબત થી લઇ સાંજે નાસ્તો અને રાત્રી ના મહાપ્રસાદ ના મળી ને કુલ આશરે ૨૫૦૦ જ્ઞાતિજનો ના જમણવાર સુધી ની સંપૂર્ણ વ્યવસ્થા ને મર્યાદિત જગ્યા મા પણ, થાક્યા વિના ખડેપગે ઉત્સાહ અને સેવા ભાવ સાથે, ખુબજ મહેનત અને સફળતાપૂર્વક સંચાલન કરનાર શ્રી બંસીભાઈ (શ્રી લક્ષ્મી કેટરસ) તથા તેમની સંપૂર્ણ ટીમ, અને સ્ટાફ નો પણ સમસ્ત વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.* *પ્રમુખ શ્રી,* *શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)* *તથા સમસ્ત ટ્રસ્ટી ગણ ના* *જય માતાજી* 🙏🏻🙏🏻🙏🏻