Hiren Vaya from Pattni Brotherhood - Nairobi visited Smt. Dhankuvarben Babubhai Dhakan Hospital (Suvrna Charitable Trust) and Soni Wadi at Boriwali Mumbai.



પટ્ટણી બ્રધરહુડ - નૈરોબી થી પધારેલ શ્રી હિરેનભાઈ વાયા મુંબઈ શ્રી સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ અને સોની વાડી બોરીવલી ની મુલાકાત લીધી.

Hiren Vaya from Pattni Brotherhood - Nairobi visited Smt. Dhankuvarben Babubhai Dhakan Hospital (Suvrna Charitable Trust) and Soni Wadi at Boriwali Mumbai. Hospital development is in final stage of installation of infrastructure, logistics machineries and equipments. Hospital will be first ever state of art modern community base hospital facilities as flagship project one can feel proud for as Parjaiya Pattni Soni. Trustee Shri Yogeshbhai Sagar (MLA-Kandiwali) and Soni Wadi Pramukh Shri Vijaybhai, Shri Vallabhbhai Dhorda and committee members warmely welcomed Shri Hirenbhai Vaya and appreciate the pledge of ₹11 Lacs from Late Shri Maganlal Odhavji Vaya (Nanduri) and Family.


પટ્ટણી બ્રધરહુડ - નૈરોબી થી પધારેલ શ્રી હિરેનભાઈ વાયા મુંબઈ શ્રી સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ અને સોની વાડી બોરીવલી ની મુલાકાત લીધી. હોસ્પિટલ નું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે અને હોસ્પિટલ ની જરૂરિયાત પ્રમાણે આધુનિક સગવડ તેમજ મશીનરી અને અદ્યતન સાધનો ટુંક સમય માં આવી જશે. અધતન સવલત સાથે ની જ્ઞાતિ ના ગૌરવરૂપ અને સેવા માટે શિરોમણી હોસ્પિટલ માત્ર મુંબઈ સ્થિત જ્ઞાતિજનો ને માટે જ નહિ પણ સમસ્ત પરજીયા સોની સમાજ માટે આશીર્વાદ રૂપ થશે. સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર (ધારા સભ્ય - કાંદિવલી) તેમજ સોની વાડી બોરીવલી ના પ્રમુખ શ્રી વિજયભાઈ તથા સમિતિ ના સભ્યો દ્વારા હિરેનભાઈ વાયા નું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તથા સ્વ. મગનલાલ ઓધવજી વાયા પરિવાર (નાંદુરી) દ્વારા હોસ્પિટલ માં ડાયલીસિસ યુનિટ માટે ₹૧૧ લાખ નું યોગદાન આપવા માં આવ્યું તે માટે આભાર વ્યક્ત કર્યો.