Institute News

સમાજનો સુવર્ણ ઇતિહાસ સાચવવાનાં ભગીરથ સંકલ્પનું પ્રથમ પગલું...

Shree Mumbai Upnagar Sahkari Society · 06 Sep 2026

🌺 જય માતાજી 🌺

સમાજનો સુવર્ણ ઇતિહાસ સાચવવાનાં ભગીરથ સંકલ્પનું પ્રથમ પગલું...

“પરજીયા સોની એટલે ખમીરવંતો સમાજ”

આપણો ઇતિહાસ ભવ્ય, ગૌરવશાળી અને પ્રેરણાદાયી છે.
આપણા સમાજમાં અનેક શૂરવીરો, મહાનુભાવો અને પ્રેરણાદાયી વ્યક્તિઓ થઈ ગયા છે.
આપણા પૂર્વજોએ આપણને આપેલો આ અમૂલ્ય વારસો માત્ર યાદોમાં નહીં, પરંતુ આગામી પેઢી માટે કાયમી રીતે સચવાય — એ જ આ કાર્યનો મુખ્ય સંકલ્પ છે.

📜 શું એકત્રિત કરવામાં આવશે?

દરેક પરિવારની ઉપલબ્ધ માહિતીના આધારે—

🔸 સુરાપુરા દાદાનો ઇતિહાસ
🔸 કુળદેવી અને તેમનું સ્થાનક
🔸 નૈવેદ્ય તથા ધાર્મિક પરંપરાઓ
🔸 પરિવારની પરંપરાઓ અને પ્રાચીન માહિતી
🔸 પૂર્વજો સાથે જોડાયેલી ઐતિહાસિક અને પ્રેરણાદાયી વિગતો

આ સમગ્ર માહિતીનું સંકલન કરીને તેને
📖 વિશિષ્ટ પુસ્તક
🌐 વેબસાઇટ
📱 મોબાઇલ એપ્લિકેશન
દ્વારા કાયમી રીતે સાચવવાનો વિચાર છે.

આપ સૌનો સહયોગ જરૂરી છે

આ ભગીરથ કાર્ય માટે સમય, મહેનત અને સમાજના દરેક પરિવારના સહયોગની જરૂર પડશે.

આવો...
પરજીયા સોની સમાજની અમૂલ્ય વિરાસતને
આવનારી પેઢી માટે અમર બનાવીએ.

“ઇતિહાસ માત્ર વાંચવાનો નથી,
તે સાચવવાનો પણ છે.”

ભરત કનૈયાલાલ સતિકુંવર
📞 8828958828
📧 parajiyasoni123@gmail.com

More Institute News