Matrimonial

પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી દ્વારા આયોજિત પાવન જન્માષ્ટમી મહોત્સવ ,પધારેલા તમામ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન

Pattni Brotherhood - Nairobi · 07 Sep 2026

🪷 **પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી** 🪷

પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી દ્વારા આયોજિત પાવન જન્માષ્ટમી મહોત્સવ માં જામનગર, દ્વારકા, જામખંભાળિયા અને રાજકોટથી પધારેલા મહેમાનોએ ભાવસભર ઉપસ્થિતિ આપી મહોત્સવની શોભા વધારી.

પટ્ટણી બ્રધરહૂડ મેનેજિંગ કમિટી દ્વારા પધારેલા તમામ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે જામનગર અને દ્વારકા સમાજના ટ્રસ્ટી તથા પ્રતિનિધિ શ્રી પુનિતભાઈ નરેન્દ્રભાઈ ધકાણ તેમજ શ્રી શૈલેષભાઈ ઘઘડા દરેક પરિવાર દ્વારા પટ્ટણી બ્રધરહૂડ નૈરોબીને KSh 11,000ની ખુશીભેટ અર્પણ કરવામાં આવી.

જય શ્રીકૃષ્ણ 🙏

More Matrimonial