Pattni Brotherhood commemorate the 57th Foundation day on Saturday 19th Feb 2022 with past and present leaders.



57 માં સ્થાપના દિન ની ઉજવણી રૂપે ખાસ કાર્યક્રમ તા. 19 ફેબ્રુઆરી 2022, શનિવાર ના રોજ સાંજે 7.00 થી મનુરામા હોલ ખાતે રાખવા માં આવ્યો.

Pattni Brotherhood Board of Trustees, Chairman and Managing Commiitee congratulate Members of the Community on commemorating 57th Foundation Day of our great institute. Pattni Brotherhood was registered on 15th Feb 1965. Late Shri Jivanlal Odhavji Pattni led as the first Chairman. Pattni Brotherhood celebrated the Foundation day on Saturday 19th Feb 2022 exploring Memories both photographically and through the speeches of the past and present leaders. Shri Harshadbhai Rana , Shri Chandubhai G. Pattni and Shri Prabhudas Govindji who had serve as Chairman, Secretary, Building Committee and as Trusttee over 25 years were some of the founding members along with other Members of the community. Trustees Shri Govindbhai Jeram , Shri Bipinbhai Soni , Shri Sureshbhai Ghaghada and Shri Bhaskerbhai also graced the event with their words of wisdom. Community members attended in large numbers. All guests walked through the Memory Hall. A room full of photos courtesy of Shri Lalitbhai Pattni. Everyone present enjoyed glancing through these memories. A plaque was unveiled at this function. The list includes all the Chairman and Secretaries from 1965 to date. A Digital Directory was launched by Chairman Shri Manojbhai and announced by Vice Chairman Shri Dipakbhai Soni. A Google form was sent via WhatsApp to PBH Kenya group, Ladies league group and Youth. The program was well organised by Yogeeta Dharmesh, Religious and Cultural convener. The day of function was organised by Assistant Secretary, Krishna Vaya and Janki Pattni, guided by Hon. Secretary Alkaben Bharat Pattni, Vice Chairman; Dipak Soni.


પટ્ટણી બ્રધરહુડ ટ્રસ્ટી ગણ, ચેરમેન અને કારોબારી સમિતિ સર્વે જ્ઞાતિજનોને પટ્ટણી બ્રધરહુડ ના 57 માં સ્થાપના દિન ના હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવી પટ્ટણી બ્રધરહુડ ની સ્થાપના 15 ફેબ્રુઆરી 1965 ના રોજ સ્થાપક ચેરમેન સ્વ. શ્રી જીવનલાલ ઓધવજી પટ્ટણી ની આગેવાની હેઠળ થઈ હતી. સ્થાપના દિન ની ઉજવણી રૂપે ખાસ કાર્યક્રમ તા. 19 ફેબ્રુઆરી 2022, શનિવાર ના રોજ સાંજે 7.00 થી મનુરામા હોલ ખાતે રાખવા માં આવ્યો. શ્રી હર્ષદભાઈ રાણા, શ્રી ચંદુભાઈ પટ્ટણી અને શ્રી પ્રભુદાસ ગોવિંદજી પટ્ટણી બ્રધરહુડ ની સ્થાપના થઇ ત્યાર થી સમાજ માં ચેરમેન , સેક્રેટરી અને ટ્રસ્ટી તરીકે સતત પ્રવૃત રહી ખુબજ યોગદાન આપેલ છે તેમણે આ વિશેષ દીવસે ખાસ હાજરી આપી પ્રાસંગીક યાદો તાજી કરી. ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઇ જેરામ, શ્રી સુરેશભાઈ ઘઘડા , શ્રી બિપિન ભાઈ સોની અને શ્રી ભાસ્કરભાઈ પટ્ટણી યે પ્રાસંગીક સંબોધન કરી જ્ઞાતિ જનો , મહેમાનો અને યુવક તેમજ લેડીઝ વિંગ ને પ્રોત્સાહિત કર્યા. જ્ઞાતિજનો યે શ્રી લલીત ભાઈ પટ્ટણી દ્વારા સંગ્રહીત ફોટો ગેલેરી નું અવલોકન કરી સમાજ ના વિકાસ ની ઐતિહાસિક સાક્ષી રુપ જૂની યાદો તાજી કરી. 1965 થી 2021 સુધી ના ચેરમેન અને સેક્રેટરી ની યાદી શ્રી મનુરામા હોલ માં ખુલી મુકવા માં આવી. ચેરમન શ્રી મનોજભાઈ દ્વારા આધુનિક સમય ને અનુરૂપ ડિજિટલ ડિરેકરી માટે ઓન લાઇન ડેટા શીટ ને જ્ઞાતિજનો માટે ખુલી મૂકી જેની રૂપ રેખા વાઇસ ચેરમેન શ્રી દીપકભાઈ સોની દ્વારા આપવામાં આવી. સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન સહાયક મંત્રી ક્રિષ્ના વાયા અને જાનકી રાજ પટ્ટણી દ્વારા માનનીય મંત્રી અલકાબેન ભરતભાઈ પટ્ટણી ની આગેવાની નીચે સુંદર રીતે કરવામાં આવ્યું.