Apeal for Funds
Apeeal to support Veraval.Gyati Project to Build funds to support community memberes who deserve it in case if old age , hospitalisation.
Events
નિરાધાર નો આધાર
નિરાધાર નો આધાર
વેરાવળ પાટણ પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ "નિરાધાર નો આધાર" બનવા જઈ રહી છે. આ યોજના લાગુ કરવા ની પ્રેરણા અમને આપણી જ્ઞાતિના અમુક લોકો ને જોઈને, એમની દયનિય પરિસ્થિતિ જોઈને થઈ છે. એમને આવી પરિસ્થિતિમાંથી ઉગારવા નાં પ્રયાસ રૂપે જ આ યોજના તાત્કાલિક અમલમાં મુકવાનો વિચાર આવ્યો છે.
આપણી જ્ઞાતિના બીમાર, વયોવૃદ્ધ અને નિરાધાર લોકો માટે અમારા ઉત્સાહી અને ખંતીલા કાર્યશીલ કમિટી સભ્યોએ વિચાર્યું કે જ્ઞાતિમાં એક ફંડ ઉભું કરીએ. આ ફંડ ને કાયમ માટે ચાલુ રાખવાનું અને આ ફંડ નો ક્યારેય ભંગ ના કરવો. આવા સરસ હેતુથી "નિરાધાર નો આધાર" નામનું ફંડ બનાવીએ.
આ ફંડ ની રકમ ની ફિક્સ ડિપોઝીટ બનાવવી. એ ફીક્સ ડીપોઝીટના વ્યાજ ની આવક માંથી ફક્ત ને ફક્ત જરૂરિયાત વાળા કે જેમનું કોઈ કરી શકે એવું ના હોય, બીમાર હોય, જેમની આગળ પાછળ કોઈ હોય નહિ એવી વ્યક્તિ માટે જેમાં દવા, અનાજ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે જ રકમ વાપરવામાં આવશે.
હમણા "નિરાધાર નો આધાર" વેરાવળ તાલુકા પૂરતું રાખીએ છીએ. તેમાં વેરાવળ, પાટણ, તાલાળા, ચોરવાડ, કુકસવાડા, લોઢવા, સુત્રાપાડા વગેરે નાના મોટા ગામડા નો સમાવેશ કરવામાં આવશે. ભવિષ્યમાં વધુ નાણાંકીય ભંડોળ બનશે તેમ વધુ ગામ નો પણ સમાવેશ કરવામાં આવશે.
આ પવિત્ર હેતુ સિદ્ધ થાય તે માટે અમે દાતાશ્રીઓને અને સમસ્ત સોની સમાજ ને અપીલ કરીયે છીએ કે "નિરાધાર ના આધાર" બનવા માટે આપ સહુ સહભાગી બનશો. આપની યથાશક્તિ આર્થિક મદદથી કોઈના માટે આપ જીવન નિર્વાહ નો આધાર બની શકો તો એનાથી મોટું પુણ્ય શુ હોઈ શકે..
એક પરિવાર ના આધાર બનવા માટે દસ પરિવારમાંથી થોડું થોડું પણ આવશે તો એક પરિવાર નિરાધાર નહિ રહે. આવા સંકલ્પ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આર્થિક યોગદાન આપવા નમ્ર વિનંતી કરીએ છીએ. વેરાવળ પરજીયા પટ્ટણી સોની
STATE BANK OF INDIA
A/C NO.56050004908,
IFSC: SBIN0060050
પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ વેરાવળ
BANK OF BARODA
A/C NO.:: 03570100009476
IFSC :: BARBOVERAVA