AMC named water distribution station in memory of Late Shri Soni Popatlal Tribhovandas Thadeshwar



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામોલ - હાથીજણ વૉર્ડ માં આવેલ વસ્ત્રાલ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન ને વટવા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા ના વરદ હસ્તે *સમાજ ના વડીલ સ્વ. સોની પોપટલાલ ત્રિભોવનદાસ થડેશ્વર ના નામ થી નામાભિધાન.

AMC named water distribution station in memory of Late Shri Soni Popatlal Tribhovandas Thadeshwar to respect the dedication of past corporator and leading social and political leader of the region in Amdavad. It's truly proud moment for our community.


🌹 *જ્ઞાતિ ગૌરવ* 🌹 *=============* આજરોજ તા. 25/9/2022 ને રવિવાર ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામોલ - હાથીજણ વૉર્ડ માં આવેલ વસ્ત્રાલ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન ને વટવા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા ના વરદ હસ્તે *સમાજ ના વડીલ સ્વ. સોની પોપટલાલ ત્રિભોવનદાસ થડેશ્વર* ના નામ થી નામાભિધાન કરી ને.અમદાવાદ પરજીયા સોની સમાજ નું ગૌરવ વધાર્યું છે. પોપટકાકા અમદાવાદ શહેર માં સ્વ.શ્રી નાથાલાલ જગડા પછી આવું સન્માન મેળવનાર પરજીયા સોની જ્ઞાતિ ના માત્ર બીજા વ્યક્તિ છે. આ સન્માન બદલ અમદાવાદ પરજીયા સોની સમાજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શ્રી પ્રદીપસિંહ જાડેજા અને રામોલ- હાથીજણ વોર્ડ નો હૃદયપૂર્વક આભાર માને છે. આ શુભપ્રસંગે મોટી સંખ્યા માં જ્ઞાતિજનો અને ભાજપ કાર્યકર્તાઓ ની હાજરી માં શ્રી અશોકભાઈ ત્રિભોવનદાસ થડેશ્વર, નિલેષભાઈ પોપટભાઈ થડેશ્વર તથા મુકેશભાઈ થડેશ્વરે ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ ને સમાજ વતી શાલ ઓઢાડી ને સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. 🙏💐🌹🙏 અત્રે ઉલ્લેખનીય છે કે સમાજ ના વડીલ સ્વ. પોપટભાઇ થડેશ્વર તેમની ખૂબજ લાંબી રાજકીય કારકિર્દી માં અમદાવાદ બાપુનગર વૉર્ડ માં લોકલાડીલા પૂર્વ કોર્પોરેટર તરીકે અવિસ્મરણીય સેવા આપી છે તથા ભારતીય જનતા પાર્ટી અમદાવાદ ના ઉપપ્રમુખ તરીકે પણ નિમાયા હતા ઉપરાંત અમદાવાદ મ્યુ. કોર્પો. ની હેલ્થ કમિટી ના ચેરમેન, ટેક્સ કમિટી ડેપ્યુટી ચેરમેન તરીકે પણ ફરજ બજાવી છે સાથે સાથે દાણીલીમડા વૉર્ડ ભાજપ પ્રભારી તરીકે પણ ઉમદા કામગીરી કરી છે રાજકીય ક્ષેત્રે સમાજ નું ગૌરવ વધારનાર સ્વ. પોપટભાઇ થડેશ્વર કોટી કોટી ને વંદન. 🙏🌹🙏🌹🙏🌹🙏