Happy New Year 2023
નૂતન વર્ષ અભિનંદન 2023
Happy and Prosperous New Year 2023.
પ્રિય જ્ઞાતિ જનો નૂતન વર્ષ 2023 ની પૂર્વ સંધ્યા અને 2022 અંતિમ દિવસે સમગ્ર વર્ષ ઉપર એક આછી જલક લઈએ તો ગત વર્ષ 2021ની કોવિડ ની મહામારી ની સરખામણીએ 2022 નું વર્ષ ઘણું સારું રહ્યું. ઓનલાઇન શિક્ષણ , વેપાર , નોકરી વગેરે ધીમે ધીમે પૂનઃ રાબેતા મુજબ સાપેક્ષ શરૂ થયા અને સામાજિક પ્રવૃત્તિ અને પ્રસંગો પણ સારી એવી સંખ્યા માં થયા. વિવિધ સંસ્થા દ્વારા થતા તમામ વાર્ષિક સામાજિક પ્રસંગો જેવા કે સ્નેહમિલન , વિદ્યાર્થી સત્કાર સમારોહ, સમૂહ લગ્ન, નવરાત્રી વગેરે ઉત્સાહ પૂર્વક મનાવા માં આવ્યા. પટ્ટણી વર્લ્ડ દ્વારા દરેક માહિતી વિવિધ સોલિયલ મીડિયા ના માધ્યમ થી સમયસર અને સચોટ મળતી રહે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. આગામી વર્ષોમાં પટ્ટણી વર્લ્ડ વેબ સાઈટ વધુ સુદ્રઢ અને અર્થપૂર્ણ બનીરહે તે માટે પૂરતા પ્રયત્નો કરસુ જેમાં આપનો સાથ અને સહકાર અનિવાર્ય રહેશે. જય જ્ઞાતિ મૈયા હીરેન વાયા (નૈરોબી) એડમિન - પટ્ટણી વર્લ્ડ