પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ તથા મુંબઈ ઉપનગર પરજીયા સહકારી મંડળી દ્વારા જગદગુરુ શંકરાચાર્યજી ની ધર્મ સભા તથા આશીર્વચન (જ્ઞાન સભા)
Enter Description
પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ તથા મુંબઈ ઉપનગર પરજીયા સહકારી મંડળી દ્વારા જગદગુરુ શંકરાચાર્યજી ની ધર્મ સભા તથા આશીર્વચન (જ્ઞાન સભા) નું આસો સુદ ૧ (પ્રથમ નોરતું) તા. ૧૫-૧૦-૨૦૨૩, સોની વાડી મુંબઈ ખાતે ભવ્ય થી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્ઞાન સભામાં સમાજ ના લોકો એ જગદગુરુ શંકરાચાર્યજી ના દર્શન, આશીર્વચન તથા આશિર્વાદનો અલૌકિક લાભ લીધો હતો. નવરાત્રીનો પ્રથમ દિવસ હોવા છતાં લોકો આ જ્ઞાન સભામાં જગદગુરુ શંકરાચાર્યજી ના વચનામૃત નો લાવો લેવા ઉમટી પડ્યા હતા. ધર્મ સભા ના અંતે બધા સનાતન ધર્મ પ્રેમીઓ ને પ્રસાદ તથા મહાપ્રસાદનો આનંદ લઈ છુટ્ટા પડ્યા હતા. આ પ્રસાદ તથા મહાપ્રસાદ ના મુખ્ય મનોરથી પરિવાર, શ્રી ભૂપેશભાઇ બાબુભાઇ ધકાણ (જામકા વાળા, હાલ મુંબઈ દુબઈ) હતા.