Happy New Year 2024
નૂતન વર્ષ અભિનંદન 2024
Enter Description
પ્રિય જ્ઞાતિજનો જય માતાજી ગત વર્ષ ઈ.સ. 2023 ના લેખા જોખા કરિયે..... તો સમસ્ત પરજીયા સોની સમાજ માટે વિશ્વ માં અનેક સંસ્થા માં વિકાસ નો પ્રવાહ સતત વહેતો રહ્યો છે જેમાં બોરીવલી માં (સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા પુનઃ નવનિર્મિત ધનકુવર બેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ સમગ્ર પરજીયા સોની માટે ગૌરવ પૂર્ણ ભેટ છે. શ્રી વેરાવળ સમાજ દ્વારા "સ્વજન આશ્રય" પણ ખુબજ આવકાર્ય અને ઉમદા પગલું છે. પટ્ટણી વર્લ્ડ ના માધ્યમ થી સમયાંતરે આપ ને અનેક કાર્યક્રમો , સિદ્ધિ અને સંસ્થાઓ ની ગતિવિધી થી વાકેફ કરવા બનતા પ્રયત્ન કરવા માં આવ્યા છે. પટ્ટણી વર્લ્ડ વિવિધ સંસ્થા અને પ્રતિનિધિ ના સહયોગ થી સમગ્ર વિશ્વ માં ૫૦ થી વધુ દેશ માં અને સેંકડો શહેર માં વસતા જ્ઞાતિ જનો ને માહિતી ના તાંતણે જોડી રાખવા અથાક પ્રયાસ કરે છે. આ સેવા માં કોઈ ક્ષતિ રહી ગઇ હોઈ કે કોઈ ને વ્યક્તિગત ભાવનાત્મક ઠેશ પહોંચી હોય તો ક્ષમા યાચના સાથે દરગુજર કરી સહયોગ આપવા નમ્ર વિનતી. નૂતન વર્ષાભિનંદન જય જ્ઞાતિ મૈયા હિરેન વાયા (નૈરોબી) એડમીન - પટ્ટણી વર્લ્ડ