Pattni World Admin Hiren Vaya was honoured by Shri Harshadbhai Rana for Pattni Word service to community



પટ્ટણી વર્લ્ડ ના એડમિન શ્રી હિરેન વાયા નું પટ્ટણી વર્લ્ડ ની અદ્વિતીય સમાજ સેવા માટે સન્માન કર્યું.

Respected Shri Harshadbhai Rana, Jai Mataji 🙏 | Jai Swaminarayan 🙏 I would like to sincerely thank you for the honor you bestowed upon me during the Navratri Festival held in Nairobi, in recognition of the services of "Pattani World." "Pattani World" is not dependent on any one individual. Behind this network lies the support, cooperation, and dedication of many community members and representatives of various organizations. We always acknowledge and highlight these contributors. The goal of "Pattani World" is not limited to sharing social and institutional news, but also to provide job and business opportunities and information to the youth. Today, this network is truly serving the community by connecting with all institutions , With prayers at the feet of Mataji, we shall continue to serve with the same spirit. Jai Mataji 🙏 Hiren Vaya Admin, Pattani World


આદરણીય શ્રી હર્ષદભાઈ રાણા, જય માતાજી 🙏 | જય સ્વામિનારાયણ 🙏 નૈરોબી ખાતે યોજાયેલ નવરાત્રી મહોત્સવ દરમ્યાન "પટ્ટણી વર્લ્ડ" ની સેવા બદલ આપશ્રી તરફ થી મને આપેલ સન્માન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. "પટ્ટણી વર્લ્ડ" કોઈ એક વ્યક્તિ પર આધારિત ન હોય, પરંતુ આ નેટવર્ક પાછળ અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા જ્ઞાતિજનોનો સહકાર, સાથ અને નિષ્ઠા રહેલી છે. અમારા દરેક પ્રાસંગિક મેસેજમાં અમે હંમેશા આ સહયોગીઓનો ઉલ્લેખ કરીએ છીએ. "પટ્ટણી વર્લ્ડ" નો ઉદ્દેશ માત્ર સામાજિક અને સંસ્થાકીય સમાચાર સુધી મર્યાદિત નથી, પણ યુવાનો માટે નોકરી અને વ્યવસાયિક તકો તથા માહિતી પ્રદાન કરવા પ્રયત્નશીલ રહેશે. આ નેટવર્ક આજે તમામ સંસ્થાઓ તથા દેવસ્થાનો સાથે સંકળાઈ સાચા અર્થમાં સમાજ ઉપયોગી બની રહ્યું છે—અને એ સેવા યથાવત્ રહી શકે તે માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે અમે કાર્યરત રહીશું. જય માતાજી 🙏 હિરેન વાયા એડમિન, પટ્ટણી વર્લ્ડ