Sneha Bhojan Organized at Shri Samast Soni Samaj Wadi, Bhanvad
શ્રી સમસ્ત સોની સમાજ, ભાણવડ ખાતે આયોજિત સ્નેહ ભોજન
🌸 Sneha Bhojan Organized at Shri Samast Soni Samaj Wadi, Bhanvad 🌸 Today, at the premises of Shri Samast Soni Samaj, Bhanvad, a delightful Sneha Bhojan (community lunch) was organized with great enthusiasm. On this occasion, Shri Rameshbhai Harilal Ghaghda (Former Vice President, Pattni Brotherhood Nairobi) visited his birthplace and hometown, Bhanvad, after arriving from Nairobi. His family graciously organized this Sneha Bhojan for the community. Prominent leaders and members from the Halar Sangathan representing Jamnagar, Dwarka, and Bhanvad Samaj were present at the event. Among the distinguished attendees were Shri Narendra Bhai Dhakan, Shri Kanti Bhai Ghaghda, Shri Vinu Bhai Ghaghda, Shri Bhagwanji Bhai Ghaghda, Shri Mukesh Bhai Ghaghda, Shri Muku Bhai Satikuvar, Shri Kishor Bhai Dhakan, and Shri Mansukh Bhai, among others. During the gathering, a mini Halar Sangathan meeting was also held in a joyful and cordial atmosphere. All community leaders warmly welcomed Shri Rameshbhai Ghaghda and his family, expressing heartfelt gratitude and best wishes for their continued contribution and service to the community.
🌸 શ્રી સમસ્ત સોની સમાજ, ભાણવડ દ્વારા આયોજિત સ્નેહ ભોજન 🌸 આજ રોજ ભાણવડ ખાતે શ્રી સમસ્ત સોની સમાજ ના આંગણે સ્નેહ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નૈરોબીથી પધારેલ શ્રી રમેશભાઈ હરિલાલ ઘઘડા (માજી ઉપપ્રમુખ, પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી) એ પોતાના જન્મસ્થળ અને વતન ભાણવડની મુલાકાત લીધી હતી. તેમના કુટુંબ દ્વારા સમાજ માટે સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જામનગર, દ્વારકા તથા ભાણવડ સમાજના હાલાર સંગઠનના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ ધકાણ, શ્રી કાંતિભાઈ ઘઘડા, શ્રી વિનુભાઈ ઘઘડા, શ્રી ભગવાનજીભાઈ ઘઘડા, શ્રી મુકેશભાઈ ઘઘડા, શ્રી મુકુભાઈ સતીકુવર, શ્રી કિશોરભાઈ ધકાણ, શ્રી મનસુખભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહભોજન દરમિયાન સૌની હાજરીમાં આનંદમય વાતાવરણમાં મિની હાલાર સંગઠનની બેઠક પણ યોજાઈ હતી. સર્વ અગ્રણી સભ્યો દ્વારા શ્રી રમેશભાઈ ઘઘડા તથા તેમના કુટુંબીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને સમાજ સેવા માટે તેમનો આભાર તથા શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
