Pattni World :
Internet platform to Parajiya Pattni Soni Community across the Globe
Provide access to all Parajiya Pattni Soni institutes across globe
to manage their own web-page.
Link to alternative media ( Face Book / Whats App / Web Site / Email )
History and Details of Surname (Sankh) / Kuldevi Temples and Sura Pura
Late Maganlal Odhavji Vaya ( Nanduri ) Family
Community Projects / Supports
S.M.O.V. Boys Higher Secondary School - Jam Khambhaliya
Soni Sandesh : Nibhav Fund ( Mumbai)
Community Hall (A/C) : Jamnagar Samaj
Building Funds : Shri Samast Parajiya Soni Wadi - Dwraka
Building Funds: Shri Samast Parajiya Soni Wadi - Bhanvad
Conference Hall : Shri Mohanbhai Hall Rajkot
Bore well Project : Pattni Brotherhood Nairobi
Pattni World : Parajiya Pattni Soni Community Web Site
Editor/Tantri
●Admin: Pattni World ◆Media : Pattni Brotherhood - Nairobi ●Trustee: Sanskar Education Trust - Jam Khambhalia
Editor/Tantri
Editor of Pattni World for Halar region. Shri Kantibhai Ghaghada is one of the longest serving Pramukh and experiance editor of Parajiya Prakash publisjed by Jamnagar Samaj . His wealth of experience will be an assets for Pattni World
Editor/Tantri
We are pleased to appoint Shri Piyushbhai Himantbhai Sagar as an Editor for Pattni World website for Sorath Region. An young and enthusiastic leader who is serving as Pramukh of Shri Samast Parajiya Soni Samaj Veraval.
Male
Female
Male
Female
In Memory of Late Shri Maganlal Odhavji Vaya ( Nanduri) this website is dedicated to Parajiya Pattni Community. Provide an unique platform for betterment of Institutes, Members and Unity of Community at large.
Achievements/Awardsસ્વ. શ્રી મગનલાલ ઓધવજી વાયા (નાંદુરી ) પરિવાર તરફ થી સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના લાભાર્થે
Pattni World : Website Launch Jai Ambe – Jai Mataji Pattni World wishes all our worldwide community members a very happy festive season of Diwali and a Prosperous New Year. – More importantly – A safe and healthy one ! On this auspiciou
Achievements/Awardsપટ્ટણી વર્લ્ડ - વેબ સાઇટ અર્પણ જય માતાજી સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિજનો ને પટ્ટણી વર્લ્ડ દ
Pattni World wish you all 72nd Republuc Day of India 26th Jan 2021
Events૭૨ માં ભારતીય ગણતંત્ર દિન ની શુભેચ્છા
Editor : Institutes Visit of India 2018
Achievements/Awardsતંત્રી : ૨૦૧૮ ભારત ની વિવિધ સંસ્થા ની મુલાકાત
Pattni World wish you all Happy Maha Shivratri. Bholenath give you and your family Healthy Wealthy and Happy life. Please login/register www.pattniworld.com to recieve community news from our institutes across globe. Hiren Vaya - Nairobi Admin
Eventsપટ્ટણી વર્લ્ડ આપ સહુ ને મહા શિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. આપ સહુ ની કુશળતા અને નિરોગી આ
Pattni World wish you Happy Holi . Festival of color may feel your life with health , wealth and joy. Be safe. Please Join www.pattniworld.com by Login / Register
Eventsપટ્ટણી વર્લ્ડ આપ સહુ ને રંગ અને મસ્તી ભર્યો હોળી ના ત્યોહાર ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપણું
Happy Dhanteras : Pattni World
Eventsધનતેરસ ની હાર્દિક શુભેચ્છા
Dear Members Wish you all Happy Diwali and prosperous new year. Pattni world is serving the community across globe since 2012 through various social media platforms and witness many progress and developments of our community and try to unite them by thread of information. In last two years of covid-19 pandemic we have lost many loved ones. We pray for those souls may have eternal peace. As we come out from pandemic We wish you all happy healthy and prosperous new year. Pattni World have provided Website as new platform where we wish to provide each institute a space and an admin. We request the institutes to appoint Media Person who may be train to use the Pattni World website and other social media platform. Thank you Jay Gyati Maiya Hiren Vaya - Nairobi Admin - Pattni World
Eventsપ્રિય જ્ઞાતિજનો પટ્ટણી વર્લ્ડ તરફ થી આપ સહુ ને દિવાળી ના પર્વ ની શુભેચ્છાઓ તથા નૂતન વર્ષ ના અભિન
Pattni World wish all Samast Parajiya Pattni Soni community members across globe Happy and Prosperous New Year. Hiren Vaya Admin +254 733 334138
Eventsપટ્ટણી વર્લ્ડ સર્વ પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિજનો ને નૂતન વર્ષ 2022 ની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. જય
Greetings to everyone, especially the Indian diaspora Pattni members on Pravasi Bharatiya Diwas. Our community has distinguished itself all over the world and has excelled in different spheres. At the same time, they have remained connected to their roots. We are proud of their accomplishments. Happy PRAVASI BHARTIYA DIVAS to all of you. Jay Gyati Maiya Hiren Vaya Admin-Pattni World
Eventsદેશ વિદેશ માં વસતા તમામ પરજીયા પટ્ટણી સોની સમાજ ના સભ્યો ને પ્રવાસી ભારતીય દિન ની હાર્દિક શુભેચ્છા. પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ વિશ્વ ના અનેક દેશો માં વસવાટ કરી માત્ર સોની કળા માજ નહીં પણ એનેક ક્ષેત્ર માં પોતાનું આધિપત્ય જમાવી છેલ્લા એક સદી થી વધુ સમય થયો હોવા છતાં પોતાના મૂળ વતન ને વિસર્યા નથી અને અનેક રીતે વતન ની માટી સાથે સંકળાયેલ રહ્યા છે. પટ્ટણી વર્લ્ડ તેમના આ પ્રયાસ માટે એક માધ્યમ બની રહે તે માટે અમે પૂરતી કોશિશ કરસુ અને ગૌરવ લેશું. જય જ્ઞાતિ મૈયા હિરેન વાયા એડમીન- પટ્ટણી વર્લ્ડ www.pattniworld.com
Please Join Us on Face Book https://www.facebook.com/groups/pattniwolrd/?ref=share_group_link Whats App https://chat.whatsapp.com/KBnqZGooMrPCErI8ZbuVqS You Tube https://youtube.com/channel/UCX7mXRW1S75ANll_uwUQcxw Web Site www.pattniworld.com
Eventsઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છા
Please Join Us on *Face Book* https://www.facebook.com/groups/pattniwolrd/?ref=share_group_link *Whats App* https://chat.whatsapp.com/KBnqZGooMrPCErI8ZbuVqS *You Tube* https://youtube.com/channel/UCX7mXRW1S75ANll_uwUQcxw *Web Site* www.pattniworld.com
EventsEnter Description(Gujarati)
Late Shri Maganlal Odhavji Vaya (Nanduri) family now in Nairobi and Kampala celebrated Vastu Puja and Nutan Madh Sthapan of Shri Randal Mataji. Jamnagar, Bhanwad, Dwarka and Jamkhmbhalia Samaj leaders attended and congratulated the family and blessed the event. At this auspicious occasion Late Maganlal Odhavji Vaya family pledge ₹11 lacs to Shri Suvrna Charitable Trust towards the Dialysis Units for upcoming Shri Dhankuvarben Babubhai Dhakan Hospital at Boriwali Mumbai
Eventsસ્વ.મગનલાલ ઓધવજી વાયા પરિવાર ના નિમંત્રણ ને માન આપી જામનગર સમાજ, દ્વારકા વાડી, જામખંભાળિયા વાડી અને ભાણવડ વાડીના કાર્યકરોએ તેમના વતન નાંદુરી ના મકાનના પુનઃ નિર્માણ વાસ્તુ પૂજન અને માતાજી ના નૂતન મઢમાં સ્થાપના પ્રસંગે પ્રતિનિધિઓ યે હાજરી આપી હતી તેમજ હિરેનભાઇ અને રાજૂભાઈ વાયા અને તેમના માતુશ્રી પ્રભાબેન મગનલાલ વાયા નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પવિત્ર પ્રસંગે સ્વ. મગનલાલ ઓધવજી વાયા - નાંદુરી પરિવાર દ્વારા સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ - બોરીવલી) દ્વારા નવ નિર્મિત શ્રી દેવકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ ના ડાયાલિસિસ વિભાગ માટે ₹ ૧૧ લાખ નું યોગદાન જાહેર કર્યું. જય માતાજી જય જ્ઞાતિ મૈયા
Pattni World wish you all Happy Independence Day of India. As we all celebrating Azadi Ka Amrit Mahotsav completion of 75 years of independence.
Eventsદેશ - વિદેશ માં રહેતા દરેક ભારતીય જ્ઞાતિ બંધુ ને સ્વતંત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છા - જય ભારત વંદે માતરમ્ આઝાદી ના અમૃત મહોત્સવ માં દેશ વિદેશ માં વસતા પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના સભ્યો દ્વારા વિવિધ રીતે મનાવવા માં આવ્યો
Happy and Prosperous New Year 2023.
Institutes Newsપ્રિય જ્ઞાતિ જનો નૂતન વર્ષ 2023 ની પૂર્વ સંધ્યા અને 2022 અંતિમ દિવસે સમગ્ર વર્ષ ઉપર એક આછી જલક લઈએ તો ગત વર્ષ 2021ની કોવિડ ની મહામારી ની સરખામણીએ 2022 નું વર્ષ ઘણું સારું રહ્યું. ઓનલાઇન શિક્ષણ , વેપાર , નોકરી વગેરે ધીમે ધીમે પૂનઃ રાબેતા મુજબ સાપેક્ષ શરૂ થયા અને સામાજિક પ્રવૃત્તિ અને પ્રસંગો પણ સારી એવી સંખ્યા માં થયા. વિવિધ સંસ્થા દ્વારા થતા તમામ વાર્ષિક સામાજિક પ્રસંગો જેવા કે સ્નેહમિલન , વિદ્યાર્થી સત્કાર સમારોહ, સમૂહ લગ્ન, નવરાત્રી વગેરે ઉત્સાહ પૂર્વક મનાવા માં આવ્યા. પટ્ટણી વર્લ્ડ દ્વારા દરેક માહિતી વિવિધ સોલિયલ મીડિયા ના માધ્યમ થી સમયસર અને સચોટ મળતી રહે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. આગામી વર્ષોમાં પટ્ટણી વર્લ્ડ વેબ સાઈટ વધુ સુદ્રઢ અને અર્થપૂર્ણ બનીરહે તે માટે પૂરતા પ્રયત્નો કરસુ જેમાં આપનો સાથ અને સહકાર અનિવાર્ય રહેશે. જય જ્ઞાતિ મૈયા હીરેન વાયા (નૈરોબી) એડમિન - પટ્ટણી વર્લ્ડ
_'May you soar high in the direction of all your dreams.'_ Blessed Makar Sankranti ! 🪁🪁
Eventsમકર સંક્રાંતિ ના પવિત્ર પર્વ ની આપ ને હાર્દિક સુભેચ્છા. આપની પ્રગતિ પતંગ ની જેમ મહતમ ઊંચાઈ પ્રાપ્ત કરે તેવી પ્રભુ પ્રાથના. જય જ્ઞાતિ મૈયા
Happy Republic Day of India
Eventsભારતીય ગણતંત્ર દિન ની હાર્દિક શુભેચ્છા
Shradhanjli: Shri Dhirajlal Dhakan
Obituaryશ્રદ્ધાંજલિ: શ્રી ધીરજલાલ ધકાણ (જામનગર) અગ્રણી કેળવણીકાર વિદ્યાપુરુષ: પ્રિ. ડી.જી. ધકાણ મનસુખ સલ્લા પ્રિ. ડી.જી. ધકાણ (જ.તા. ૫/.૧૨/.૧૯૩૫) (સ્થળ: ગઢડા) જન્મ્યા હતા સોની જ્ઞાતિમાં, પરંતુ જીવનભર તેમણે વિદ્યાની ઉપાસના કરી. સોનાના કેરેટને પારખવાનું ન કર્યું, પરંતુ ગ્રંથો અને વિચારોના કેરેટને પારખવાનું સતત કર્યું. આર્થિક સંકડામણને કારણે અભ્યાસનો ખર્ચ કાઢવા ટ્યુશન પણ કર્યાં. કોલેજમાં કુસ્તીમાં રાજ્ય કક્ષાએ સ્વીકૃતિ પામ્યા હતા. અભ્યાસ કારકિર્દી ઉજ્જવળ હતી. જ્ઞાતિમાં સાત ચોપડીથી આગળ ભણવું દુર્લભ હતું ત્યારે તેઓ એમ. એ. થયા અને કોલેજમાં લેક્ચર થયા. તેમની વહીવટી આવડત, વિદ્યા પ્રેમ અને માનવીય અભિગમને કારણે પોરબંદરની માધવાણી કોલેજમાં પ્રિન્સિપાલ થયા. પોરબંદર એ કાળે અશિસ્ત અને બાહુબલીઓ માટે જાણીતું હતું. ત્યારે તેમણે પરીક્ષા ચોરી અટકાવી. કોલેજમાં શિસ્ત સ્થાપી. સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યાખ્યાનો, એનસીસી દ્વારા સૌરાષ્ટ્ર યયુનિવર્સિટની કોલેજોમાં માધવાણી કોલેજને માનભર્યું સ્થાન અપાવ્યું. ત્યાંથી તેઓ જામનગરની ભવન્સ મહિલા કોલેજમાં પ્રિન્સિપાલ બન્યા. ત્યાં પણ વિદ્યાર્થિનીઓનો પ્રેમ અને આદર મેળવ્યો. તેમણે કોલેજમાં ઊંચાં ધોરણો સિદ્ધ કર્યાં. નિવૃત્તિ પછી આયુર્વેદ યુનિવર્સિટીમાં યોગના માનદ વ્યાખ્યાતા થયા હતા. પ્રિ. ધકાણસાહેબ અને તેમનાં પત્ની કનકબેન બંને સંગીત વિશારદ થયાં હતાં. બંનેને મધુર કંઠની કુદરતી બક્ષીસ હતી. શરીર કૌશલમાં જેમ તેઓ આગળ હતા તેમ જ સંગીત જેવી સૂક્ષ્મ કલાને તેમણે શોભાવી હતી. એમના વ્યક્તિત્વમાં વિદ્યાપ્રેમ, સંગીત અને વહીવટી કુશળતા ખૂબ મહોર્યા હતાં. સોની જ્ઞાતિમા આટલું ભણવું, અધ્યાપક અને પ્રિન્સિપાલપદે પહોંચવું એ કાળે ઘણું દુર્લભ હતું. પરંતુ. પ્રિ. ધકાણસાહેબનો વિદ્યાપ્રેમ અદ્ભુત હતો. તેમને લખવા માટે વિશેષ અવકાશ નિવૃત્તિ પછી મળ્યો. સાહિત્ય, યોગ, ઉપનિષદ અને ભાષાવિજ્ઞાન અંગેનો તેમનો અભ્યાસ ગંભીર અને સૂક્ષ્મ હતો. તેમનાં ચાર પુસ્તકો ૧. યોગ સાધના ૨. યોગનું અતિન્દ્રિય સ્વરૂપ ૩. લગ્ન અને કૌટુંબિક સંબંધો ૪. વિસ્તરણ શિક્ષણ પ્રગટ થયાં છે. અને ઈશોપનિષદ અંગેની હસ્તપ્રત તૈયાર છે. મૂળે એ લેખમાળા રૂપે ‘પરજીયા પ્રકાશ’માં પ્રગટ થયા હતા. એમાં ગંભીર અભ્યાસનિષ્ઠા અને તત્ત્વની સ્પષ્ટતા જોવા મળે છે. પ્રિ. ધકાણસાહેબે સોની જ્ઞાતિ મંડળ-જામનગર અને ‘અખિલ ભારતીય સોની ફેડરેશન' માટે ખૂબ સમય આપીને સંગઠન માટે નોંધપાત્ર પ્રદાન કરેલું છે. સોની જ્ઞાતિ માટે તેઓ ખૂબ આદરણીય વ્યક્તિત્વ હતા. પ્રિ. ધકાણસાહેબ સ્વભાવથી નમ્ર, વિચારમાં તેજસ્વી અને શ્રદ્ધાવાન વ્યક્તિ હતા. પૂજ્ય મોરારિબાપુના તેઓ પ્રીતિપાત્ર હતા. છેલ્લાં વર્ષોમાં તેઓ શ્રી અરવિંદની વિચારધારામાં રંગાયા હતા. તેમણે ‘આપવાનો’ ધર્મ સ્વીકાર્યો હતો. કોલેજોને, વિદ્યાર્થીઓને, જ્ઞાતિને અને પરિચિતોને તેમણે વિવિધ પ્રકારે પ્રદાન કર્યું છે. 88 વર્ષની ઉંમર સુધીમાં તેઓ વિધ્વતા, સંસ્કૃતની તજજ્ઞતા અને યોગના અભ્યાસી તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. સોની જ્ઞાતિમાં આ વિરલ ગણાય તેવી સિદ્ધિઓ છે. એમની સાત્વિકતા તુરંત પરખાતી. એમની જ્ઞાનપિપાસા અને સ્વાધ્યાયપ્રેમ છેક સુધી અખંડ રહ્યાં હતાં. સોની જ્ઞાતિ માટે આવું વિદ્વાન અને સાત્વિક વ્યક્તિત્વ અનેક રીતે અસાધારણ ગણાય તેવું છે. ધીરે તેઓ સંસારથી વિરક્ત થતા જતા હતા. ટૂંકી માદગી પછી પ્રિ. ધકાણસાહેબે તારીખ 17/ 2/ 2023 ના રોજ ચિરવિરામ લીધો. શાસ્ત્રોએ કહ્યું છે કે આવી નિર્મળ વ્યક્તિઓ સૂર્યમંડળને ભેદીને ગોલોકમાં સુધી પહોંચી જાય છે. પ્રિન્સિપાલ ધકાણસાહેબ માટે આ સો ટકા સાચું ગણી શકાય. આવા વ્યક્તિત્વ અનેક માટે પ્રેરણા રૂપ બની રહેતાં હોય છે. સદગતને પ્રણામ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ………………………………………….....................................…………………………………………………………………… મનસુખ સલ્લા સી-૪૦૩, સુરેલ એપાર્ટમેન્ટ જજીજ બંગલા, અમદાવાદ. 380015 તા. 20/2/2023 માં. તંત્રીશ્રી, પટ્ટણી વર્લ્ડ સાદર જણાવવાનું કે તારીખ 17/ 2 /2023 ના રોજ પ્રિન્સિપાલ ધકાણ સાહેબનું અવસાન થયું છે. તેઓ અનેક રીતે વિશિષ્ટ હતા. તેમના જીવન કાર્ય વિશેની નોંધ આ સાથે છે. આપના માસિકમાં પ્રગટ કરવા માટે મોકલાવું છું. પ્રિ. ધકાણસાહેબની વિશેષ ભાવે નોંધ લેવી જોઈએ એવું એમનું પ્રદાન છે. આભાર સહ આપનો મનસુખ સલ્લા
Navratri and Hindu New Year Vikram Savant 2080
Eventsચૈત્રી નવરાત્રી તેમજ હિન્દુ નૂતન વર્ષ 2080 ની હાર્દિક શુભ કામના